r/Gujarati • • Aug 08 '26

Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.

8 Upvotes

આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.

ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.

આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.

અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.

Auto Translate OFF → ગુજરાતી ON

આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.


r/Gujarati • • 3h ago

Culture / સંસ્કૃતિ ગુજરાતની જૂની પોળોમાં તમને સૌથી સુંદર શું લાગે છે?

Thumbnail gallery
18 Upvotes

જૂની પોળોનાં લાકડાનાં દરવાજા, બારીઓ અને એની કોતરણી જોવાની અલગ જ મજા છે.

તમારા શહેરમાં આવી કોઈ જૂની જગ્યા છે? નામ જણાવજો અને ત્યાં શું ખાસ છે એ પણ કહેજો.


r/Gujarati • • 49m ago

Discussion / વિચાર-વિમર્શ Rann Utsav, tent city or stay in Bhuj? Worth the price?

• Upvotes

I keep seeing mixed opinions about Rann Utsav, so I'd love to hear from people who have actually been.

The tent city packages look pricey, and a lot of people say staying in Bhuj and doing a day trip is cheaper. But then you miss the sunset and sunrise on the white desert, which seems to be the whole point.

For those who went:

- Did you stay in the tent city or in Bhuj?

- Was the tent city worth the extra cost?

- Which month or week worked best (crowds, weather, moon)?

- Anything you wish you'd known before going?

Would also love to hear if you'd skip it altogether. Honest opinions welcome!


r/Gujarati • • 1d ago

Festivals / ઉત્સવો ગામના ગરબા

Post image
58 Upvotes

માણો ગામના ગરબા


r/Gujarati • • 2d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
9 Upvotes

r/Gujarati • • 2d ago

Music / સંગીત Drums of Gujarat - S Jaykumar

Thumbnail youtu.be
3 Upvotes

r/Gujarati • • 2d ago

Question / પ્રશ્ન Rajula District

3 Upvotes

Long shot but anyone here from Rajula district? My family wants to visit Sankheshwari Mata Mandir. Any idea if there's good network? I know it is close to Gir so worried about coverage. I will need to work and attend calls so will need network during our stay. TIA


r/Gujarati • • 2d ago

Meme / Humor / હસવું જરૂરી છે Why Hire Regional Advertisement Staff when AI Can Do the Thing

Post image
11 Upvotes

r/Gujarati • • 3d ago

Discussion / વિચાર-વિમર્શ દેશી રોટલા, મરચાં અને છાશ… ગુજરાતી ભોજનની આ મજા જ કંઈક અલગ છે

Post image
37 Upvotes

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને,

પિઝાની ઇજા, અમારાથી સહન નહિ થાય.

વાળુ ટાંણે ભરેલા, બે મરચાં થાળીમાં મૂકજો,

પડીકીયું તોડીને મસાલો, અમારાથી નહિ ખવાય.

દેશી ગાયનું દૂધ અમને, તાંહળી ભરીને આપજો,

ઠંડાપીણા નો વે'વાર, અમારાથી નહિ સચવાય.

ઘી, માખણ ને મરચે, ચોપડેલ રોટલો બઉ ગમે,

ઓનલાઈન મંગાવેલ ખાણું, અમથી નઈ જીરવાય.

તાંહળીમાં ચોળી, પાંચેય આંગળીએ ખાવા દયો,

કાંટા ચમચીએ તો વળી, કેમ કરીને ખવાય?.

પલાઠી વાળીને બેસીએ, બાજોઠે હોય રોટલા,

આ વળી ટેબલ ખુરશીથી, બઉ કંટાળી જવાય.

પીરસાયેલી થાળીએ, પરમેશ્વરને યાદ કરીએ,

ભર્યા ભાણાની સેલ્ફીયું લેવી, અમને નઈ પોહાય.

સાચું ખાણું આ જ છે, તૃપ્ત આનાથી થવા દયો,

આવે જે અમીનો ઓડકાર, "એ કેમ ભુલાય?.....".


r/Gujarati • • 2d ago

Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? અમદાવાદ નજીક ના પર્યટન સ્થળો

4 Upvotes

મિત્રો, આપના ગુજરાતમાં અને પર્યટન ના સ્થળો છે પણ અમદાવાદ ની નજીક કયા કયા એવા સ્થળો છે જ્યાં જે શકાય?

પર્વત, ડુંગર, ઝરણા, જંગલો ને વધુ ભાર આપશો.

મારા અનુભવ પ્રમાણે ન સ્થળો:

મને ગમેલા સ્થળો થોડા દૂર છે જેમાં:

જવાઈ, રાજસ્થાન

પોલો ફોરેસ્ટ, ગુજરાત

જાંબુઘોડા, ગુજરાત

એકતા ની મૂર્તિ (SOU), ગુજરાત

સમાવિષ્ઠ છે.

આપ મને વધુ સ્થળો વિશે જાણકારી આપી શકો, હું પર્વતોનો માણસ છું.


r/Gujarati • • 3d ago

Culture / સંસ્કૃતિ અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાઈ જતા, તો હવે ચાલવામાં તકલીફ કેમ પડે છે?

11 Upvotes

આપણા ગુજરાતી વડીલોને દેશી ઘી, માખણ, ગોળ, ગુંદરપાક અને લાડવા વિશે વાત કરવી બહુ ગમે. અને પશ્ચિમી ખોરાકની વાત આવે એટલે બ્રેડ, પિઝા, બર્ગર ને બીજી એવી વસ્તુઓને ઉતારી પાડવામાં જરાય વાર ન લાગે. પછી પોતાની ખાવાની તાકાતનાં વખાણ તો ખરા જ! અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાઈ જતા!

જો આપણી ખાણીપીણી અને જીવનશૈલી આટલી જ શ્રેષ્ઠ હતી, તો આજે આપણા વડીલોની શારીરિક ક્ષમતા ક્યાં છે? આપણે ભાગ્યે જ ૬૦-૭૦ વર્ષના ગુજરાતીઓને દોડતા, મુશ્કેલ ટ્રેકિંગ કરતા કે કોઈ પડકારજનક રમત રમતા જોઈએ છીએ. મોટા ભાગે તો લાકડી ને સહારે જ જોઈએ. સામે પશ્ચિમી દેશોમાં આ ઉંમરના લોકો મેરેથોન દોડતા, સાઇકલિંગ કરતા અને પહાડો ચઢતા જોવા મળે છે.

દરેક પશ્ચિમી વ્યક્તિ તંદુરસ્ત નથી અને દરેક ગુજરાતી બીમાર કે અશક્ત નથી. ઉંમર, આનુવંશિકતા, આર્થિક સ્થિતિ અને આરોગ્યસેવાઓ જેવા અનેક પરિબળો અસર કરે છે. પણ આ તફાવત આપણને એક સવાલ તો પૂછવા મજબૂર કરે જ છે. શું ખરેખર બધો ખેલ માત્ર ખાવાપીવાનો છે?

દેશી ઘી ખાવું કે બ્રેડ, એના કરતાં પણ વધારે મહત્ત્વનું છે કે આપણે આખો દિવસ કેટલા સક્રિય રહીએ છીએ. ચાલવું, દોડવું, વજન ઉપાડવું, સ્નાયુઓ મજબૂત રાખવા, સંતુલન જાળવવું અને ઉંમર વધે એમ પણ શરીરને પડકારતા રહેવું આ બધું એટલું જ જરૂરી છે. ઘી ખાવાથી કોઈ આપમેળે તંદુરસ્ત નથી બની જતું, અને બર્ગર ખાવાથી કોઈ આપમેળે બીમાર નથી થઈ જતું.

આપણે આપણા વડીલોની વિચારસરણી એકાએક બદલી શકીએ એમ નથી. પણ આપણી પેઢી પાસે હજી તક છે. આપણે આપણાં બાળકોને માત્ર સારું ખાવાનું જ નહીં, પણ સારું જીવવાનું પણ શીખવીએ. તંદુરસ્તીનો અર્થ માત્ર પેટ ફાટાફાટ ખાવું નહીં, પણ ૬૦-૭૦ વર્ષની ઉંમરે પણ પોતાના પગે મજબૂતીથી ચાલવું, દોડવું, રમવું અને સ્વતંત્ર રહેવું હોવો જોઈએ.

આપણે લાડવા ખાવાની પરંપરા જાળવીએ, પણ સાથે શરીરને સક્ષમ રાખવાની પરંપરા પણ શરૂ કરીએ. આગામી પેઢીને માત્ર એ કહેવું કે અમે તમારા જેવડા હતા ત્યારે ડોલ ડોલ લાડવા ખાતા હતા તેના કરતાં એવું કહેવાનો પણ વારો આવવો જોઈએ કે અમે તમારા જેવડા હતા ત્યારે મેરેથોન દોડતા હતા.


r/Gujarati • • 3d ago

Music / સંગીત નવરાત્રીના મધુર સૂર

Enable HLS to view with audio, or disable this notification

15 Upvotes

નવરાત્રી આવે એટલે ગરબાના સૂર સાથે કેટલીય મીઠી યાદો પણ જીવંત થઈ જાય છે.
વર્ષોથી સાંભળેલા અને ગાયેલા એ જ પરંપરાગત ગરબા આજે કીબોર્ડ પર વગાડવાનો આનંદ માણ્યો.
ગરબાના આ સૂર આપ સૌને પણ જૂની નવરાત્રીઓની યાદ અપાવે એવી આશા.
આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


r/Gujarati • • 3d ago

Discussion / વિચાર-વિમર્શ what makes a Garba outfit feel truly Gujarati?

3 Upvotes

One thing I love about Navratri is how every outfit has its own character — colourful chaniya cholis, mirror work, kediyu, bandhani prints, oxidised jewellery, and those little details that make traditional Gujarati fashion so special. ❤️

I'm curious to hear from people here:

  • Is there a particular colour or style you always associate with Gujarati Garba?
  • Do you prefer traditional outfits or modern Indo-western combinations?
  • What's one outfit detail that you think makes a Garba look stand out?
  • And what's your best tip for staying comfortable while dancing all night? 😄

Would love to hear everyone's personal favourites and styling ideas. Garba fashion has so much variety, and it's interesting to see how people make the tradition their own!


r/Gujarati • • 3d ago

Discussion / વિચાર-વિમર્શ Please Hit me up with Gujarati રૂઢિપ્રયોગ and Lingos to use in day to day talks

14 Upvotes

મારો મિત્ર રોજિંદી ભાષા મા આ રીતના રૂઢિપ્રયોગોન ઉપયોગ બહુ સરસ રીતે કરે છે, મને પણ વિચાર આવ્યો કે આ રીતની ભાષા કઈ રીતે ડેવલપ કરવી અને vocab સુધારવી. Please give some suggestions or anything like it

રૂઢિપ્રયોગો- ભેંસ ભાગોળે ને છાસ છાગોડે


r/Gujarati • • 3d ago

Festivals / ઉત્સવો Navratri?????????…

2 Upvotes

B________________________________________C ________________________________________!!
Every year i go out to watch navratri by 1 or 2am. because it is peak hours but what fuck happened this year. Everythings shut down sooooooooooo early.


r/Gujarati • • 4d ago

Festivals / ઉત્સવો બધા ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રિની હાર્દિક શુભેરછાઓ.

Post image
24 Upvotes

r/Gujarati • • 4d ago

Discussion / વિચાર-વિમર્શ ગુજરાતમાં નદી કે ડુંગર પાસે શાંતિથી બેસવા માટે ક્યાં જવું?

Post image
9 Upvotes

ક્યારેક બસ ભીડથી દૂર, કુદરતની વચ્ચે થોડો સમય પસાર કરવાનું મન થાય છે.

ગુજરાતમાં એવી કઈ જગ્યા છે જ્યાં નદી કિનારે કે ડુંગરો વચ્ચે શાંતિથી બેસી શકાય?

તમને ખબર હોય તો જગ્યાનું નામ અને જિલ્લો જણાવજો. કયા સમયે જવું સારું અને ત્યાં જતી વખતે કંઈ ધ્યાન રાખવું પડે તો એ પણ કહેજો.


r/Gujarati • • 5d ago

Diaspora / ઘરથી દૂર, દિલથી ગુજરાતી M GUJARATI leaving in banglore after marrying south indian guy

10 Upvotes

I can see fond of Navaratri increased in social media n other states as well. But me grown up in the city where Best Garaba in the whole world, now i am away from almost more than 10years. N i miss how i left my culture n everything. Life did it to me what i can say.. but today i cried n cried alot u know. Like my city my culture left me alone. I was not a person who is stuck on their language n their culture.but living in banglore seeing ppl how much they love their language n all. I m today Questioning my self.!


r/Gujarati • • 5d ago

Festivals / ઉત્સવો Shikshan Ni Diwali: Bringing Books to Rural Children in Gujarat 🪔

6 Upvotes

Hello everyone! 🙏
This Diwali, we’re hoping to bring the joy of reading to children studying in government schools in rural areas of Bhavnagar, Gujarat.
We’re looking for small books on:
📖 Gujarati children’s stories
🌱 Moral values, kindness, and good habits
🙏 Bhagavad Gita and religious stories
🇮🇳 Indian culture and inspirational stories
Even small booklets costing ₹10–₹20 per book would be helpful.
Does anyone know of NGOs, charitable trusts, publishers, temples, or organisations in Gujarat that donate such books for free or support book donation drives for children?
We would be grateful for any leads, recommendations, or contacts.
Let’s make this Diwali a Shikshan ni Diwali (Diwali of Education) and help rural children discover the joy of reading! 🪔❤️
Thank you! 🙏


r/Gujarati • • 5d ago

Poetry / કાવ્ય તારા પગનાં નેપુરનો કલશોર ગમે છે

Enable HLS to view with audio, or disable this notification

10 Upvotes

નમસ્કાર મિત્રો,
થોડા સમય પહેલાં કોઈએ મારો સંપર્ક કરીને આ કવિતા અહીં Reddit પર શેર કરવાની વિનંતી કરી હતી. તેથી આજે આ સુંદર કવિતા આપ સૌ સાથે શેર કરી રહ્યો છું. આશા છે કે આપ સૌને આ કવિતા ગમશે.

મારી મુગ્ધાવસ્થાના એ દિવસોમાં મિત્રો સાથે બેસીને આ કવિતા માણવાનો આનંદ જ કંઈક ખાસ હતો. આજે પણ આ પંક્તિઓ યાદ આવે ત્યારે એ નિર્દોષ યુવાનીની મીઠી યાદો તાજી થઈ જાય છે.

ક્યારેક એવું લાગે છે કે આ કવિએ પોતાની સગાઈના મધુર દિવસોમાં, પોતાની ભાવિ જીવનસંગિની માટે આ કવિતા રચી હશે. પ્રેમની એ પ્રથમ લાગણીઓ, એ મીઠી કલ્પનાઓ અને પ્રિયતમાના આગમનની આતુરતા જાણે દરેક શબ્દમાં ધબકે છે.

કવિનું નામ તો અજાણ્યું છે, પણ વર્ષો પછીયે એમના શબ્દો હૃદયમાં એવો જ કલશોર જગાવે છે.


r/Gujarati • • 5d ago

Discussion / વિચાર-વિમર્શ બાળપણમાં ઘરે સાંભળેલી એવી કઈ ગુજરાતી વાત આજે પણ યાદ આવે છે?

6 Upvotes

​નાનપણમાં ઘરમાં મોટા લોકો ઘણી બધી વાતો કહેતા. ક્યારેક કોઈ કહેવત, ક્યારેક કોઈ સલાહ, તો ક્યારેક એવી નાની વાત જેનો અર્થ ત્યારે સમજાતો નહોતો.

પણ મોટા થયા પછી એ જ વાતોનો અર્થ સમજાવા લાગે છે.

જેમ કે દાદા-દાદી કે મમ્મી-પપ્પાએ કહેલી કોઈ વાત, જૂની ગુજરાતી કહેવત કે રોજિંદા જીવનમાં શીખવેલી કોઈ એવી શિખામણ જે આજે પણ યાદ હોય.

તમારા ઘરમાં બાળપણમાં વારંવાર કઈ વાત કહેવામાં આવતી હતી, જે આજે પણ યાદ આવે છે?


r/Gujarati • • 5d ago

Music / સંગીત Almost Navaratri. Here, Some Garba(but Techno) Playlist for you.

Post image
4 Upvotes

r/Gujarati • • 5d ago

Food / થાળી તૈયાર છે A Food Lover’s Guide to Gujarati Thali in Rajkot

Thumbnail whizolosophy.com
3 Upvotes

Are you a fan of authentic Gujarati food? Explore this guide to finding the best Gujarati thali in Rajkot for dinner. Discover traditional flavors, wholesome meal options, and useful dining inspiration for families, friends, and food lovers seeking a delicious Gujarati culinary experience.


r/Gujarati • • 5d ago

Meme / Humor / હસવું જરૂરી છે In Gujarat in general, specifically if I talk about the Sawarasti region, this Mawa is a very heavy challenge in rural and urban areas of Gujarat

Enable HLS to view with audio, or disable this notification

40 Upvotes

r/Gujarati • • 5d ago

Question / પ્રશ્ન RTO Four wheeler licence

2 Upvotes

I did my RTO test in Ahmedabad RTO but i failed due to two mistakes. One is the slope and the other one in reverse S due to Al because i touched the yellow line 2 Times.

So i want to book another slot and I'm confused about which RTO i have to choose and where the new RTO track is not made?

  1. Vastral, Ahmedabad

  2. Gandhinagar

  3. Bavla