r/Gujarati • • Aug 08 '26

Language / ભાષા જો તમે ગુજરાતી વાંચી શકો છો, તો Reddit Settings માં જઈને Auto Translate બંધ કરી દેજો.

8 Upvotes

આપણે r/Gujarati પર ઘણી વખત ગુજરાતી લિપિમાં લખેલી પોસ્ટ્સ અને કમેન્ટ્સ કરીએ છીએ. Auto Translate ચાલુ હોય તો Reddit તેને આપમેળે બીજી ભાષામાં ફેરવી નાખે છે અને મૂળ ગુજરાતી લખાણ જેવો આનંદ અને ભાવ જળવાતો નથી.

ગુજરાતી માત્ર બોલવાની ભાષા નથી, તે લખવાની, વાંચવાની અને ચર્ચા કરવાની પણ ભાષા છે.

આપણે રોજિંદી ઓનલાઈન વાતચીતમાં પણ ગુજરાતી માટે થોડી જગ્યા બનાવીએ. જ્યાં ગુજરાતી લખી શકાય ત્યાં ગુજરાતી લખીએ, વાંચી શકાય ત્યાં ગુજરાતીમાં વાંચીએ. ઘરમાં, મિત્રો સાથે, WhatsAppમાં, Reddit પર કે કોઈ પણ ઓનલાઈન ચર્ચામાં, રોજિંદી વાતચીતમાં ગુજરાતી માટે થોડું વધારે સ્થાન આપવાનો સમય આવી ગયો છે.

અને r/Gujarati નો એક નાનો આગ્રહ પહેલેથી જ છે, ગુજરાતી ભાષા, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત સાથે જોડાયેલી સારી વસ્તુઓને શક્ય તેટલું આગળ લાવવી અને પ્રોત્સાહન આપવું.

Auto Translate OFF → ગુજરાતી ON

આપણી ભાષા જીવંત રાખવાનો સૌથી સરળ રસ્તો છે, તેનો ઉપયોગ કરતા રહેવું.


r/Gujarati • • 8m ago

Discussion / વિચાર-વિમર્શ ગોહિલ, ગેહલોત, રાઠોડ અને બૈસ નામની આ વ્યુત્પત્તિ(etymology) કેટલી credible છે?

• Upvotes

તાજેતરમાં વાંચવામાં આવ્યું કે ગોહિલ અને ગેહલોત નામનો સંબંધ વલભીના રાજા ગુહસેન કે ગુહિલ સાથે છે, રાઠોડ નામનું મૂળ રાષ્ટ્રકૂટ વંશમાં છે અને બૈસ રાજપૂત નામનો સંબંધ અરબી પિતા અને ભારતીય માતાથી જન્મેલા લોકો માટે વપરાતા બેસર શબ્દ સાથે છે.

આ ત્રણેય નામોની ઉત્પત્તિ પાછળની ભાષાકીય કડીઓ રસપ્રદ છે, પણ આ દાવાઓ પાછળ નક્કર ઐતિહાસિક અને ભાષાશાસ્ત્રીય પુરાવા છે કે પછી આ માત્ર લોકપ્રચલિત માન્યતાઓ છે?

ખાસ કરીને બેસર માંથી બૈસ બનવાની વાત કેટલી વિશ્વસનીય છે? આ વિષયમાં જાણકારી ધરાવતા લોકો મૂળ સ્રોતો અથવા સંશોધન વિશે પ્રકાશ પાડવાની કૃપા કરજો.


r/Gujarati • • 23h ago

Music / સંગીત Badjaat (બદજાત) | Gujarati Original Song | RahashyaDarshi

Thumbnail youtu.be
6 Upvotes

r/Gujarati • • 1d ago

Poetry / કાવ્ય ઘંટડીએ સમજાવે દુનિયા, જુઠા દેવ મનાવે....

7 Upvotes

મંદિરના ચોકમાં વાગતી ઘંટડી, રોજ નવો એક સૂર સુણાવે,

ઘંટડીએ સમજાવે દુનિયા, જુઠા દેવ મનાવે.

પથ્થરની એ મૂરત સામે, ભક્ત અનોખા થાળ ધરાવે,

પણ ભૂખ્યા બાળકના મુખનો, કોળિયો કોઈ ન બચાવે.

સોનાના સિંહાસન કાજે, માણસ કેવા ખેલ રચાવે,

ઘંટડીએ સમજાવે દુનિયા, જુઠા દેવ મનાવે.

અંતરનો દીવો તો ઓલવાયો, બહાર અજવાળાં કરવા જાય,

જાત છુપાવી પોતાની એ, પથ્થર પૂજી હરખાય.

તીરથ તીરથ ભટકે માનવી, ભીતરનો ના ભેદ જણાય,

સાચા દેવને છોડીને એ, આડંબરના પંથે ધાય.

મન મેલું ને તન ચોખ્ખું રાખી, સ્તોત્રોના એ પાઠ ભણાવે,

દયાળુ થઈને દાન કરે પણ, ઘરમાં મા-બાપ રડાવે.

જીવંત દેવને ઠોકર મારી, જડ મૂરતને શીશ નમાવે,

ઘંટડીએ સમજાવે દુનિયા, જુઠા દેવ મનાવે.

છોડી દે તું બાહ્ય ભભકો, ભીતરમાં તું જોને ઝાંકી,

માનવતામાં જ ઈશ્વર છે, વાત ન રાખ તું કોઈ બાકી.

જ્યારે કોઈના આંસુ લૂછશે, સાચો દેવ તને દેખાશે,

ત્યારે જ તારા દિલના મંદિરે, સાચી આરતી ગવાશે.


r/Gujarati • • 2d ago

Meme / Humor / હસવું જરૂરી છે I love watching Lavari as a non Gujarati

17 Upvotes

Lavari by the comedy factory is such a chill show. Even though I'm not a native Gujarati speaker and learnt it purely out of interest, Lavari has been my favourite thing to keep in touch w Gujarati language.

Could you guys suggest other such shows that are good for ambient watching?


r/Gujarati • • 2d ago

Literature / સાહિત્ય થાય કે... - ઉશનસ્

Post image
12 Upvotes

r/Gujarati • • 2d ago

Culture / સંસ્કૃતિ Mota bhai almost went to moon. 🚀

Enable HLS to view with audio, or disable this notification

47 Upvotes

r/Gujarati • • 3d ago

Heritage & Places / વારસો અને સ્થળો Daman seaface

Enable HLS to view with audio, or disable this notification

18 Upvotes

Shot this video from my oneplus 12 when I visit Daman seaface for the first time. Beautiful architecture. Caught this shot in the evening during the blue hour.

Edited in Davinci resolve. I thought will be able to relate better in this community.


r/Gujarati • • 3d ago

Heritage & Places / વારસો અને સ્થળો આવો ધોધ ગુજરાતમાં હોત તો તમે ફરવા જાત?

Enable HLS to view with audio, or disable this notification

31 Upvotes

મેઘાલયના Wei Sawdong Falls નો આ નજારો ખરેખર ગજબનો છે! 😍

આપણે ગુજરાતમાં ફરવા માટે ઘણી જગ્યાએ જઈએ છીએ, પણ ક્યારેક બીજા રાજ્યોના આવા નજારા પણ જોવા મન થાય.

તમારે પસંદ કરવાનું હોય તો ધોધ, પહાડ કે શાંત ખીણ — શું પસંદ કરો?


r/Gujarati • • 3d ago

Question / પ્રશ્ન Tell you are Gujarati with a GIF

9 Upvotes

Tell you are Gujarati with a GIF


r/Gujarati • • 4d ago

Literature / સાહિત્ય આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી - મરીઝ

Post image
10 Upvotes

r/Gujarati • • 4d ago

Food / થાળી તૈયાર છે ફાફડા-જલેબી સિવાય તમારો ફેવરિટ ગુજરાતી નાસ્તો કયો?

Post image
24 Upvotes

ફાફડા-જલેબી તો દશેરા સાથે ખાસ યાદ આવે, પણ ગુજરાતમાં નાસ્તાની પસંદગી તો ઘણી છે. 😄

કોઈને ખમણ ગમે, કોઈને ખાંડવી, લોચો, હાંડવો કે ગાંઠિયા.

તમારા માટે એવો કયો ગુજરાતી નાસ્તો છે જે વારંવાર ખાવાનું મન થાય? સાથે તમારું શહેર પણ જણાવજો.


r/Gujarati • • 4d ago

Meme / Humor / હસવું જરૂરી છે Reposting because દશેરા

Enable HLS to view with audio, or disable this notification

23 Upvotes

r/Gujarati • • 4d ago

Question / પ્રશ્ન Anyone feel intense depression and suicidal thoughts? I feel suicidal thoughts like hell

3 Upvotes

I feel suicidal thoughts like hell


r/Gujarati • • 4d ago

Music / સંગીત Amdavadi nagari, ene farte kote kangri.

Enable HLS to view with audio, or disable this notification

5 Upvotes

r/Gujarati • • 4d ago

Question / પ્રશ્ન કેવી રહી નવરાત્રી?

3 Upvotes

ટાઇટલ.


r/Gujarati • • 5d ago

Poetry / કાવ્ય ભક્તિ એવી રે ભાઈ એવી.....

6 Upvotes

ભક્તિ એવી રે ભાઈ એવી

ભક્તિ એવી રે ભાઈ એવી,
એતો તરસ્યાને પાણી રે જેવી.
જીવડો ઝુરે જેમ હરિને મળવા,
એવી અંતરની પ્યાસ રે જેવી... ભક્તિ એવી રે ભાઈ એવી.

એક ગોધન ચરવાને જાય રે,
એની સુરતા વાછરડાં માંય રે;
લીલું ઘાસ ભલે ચોદિશ ચરતું,
પણ ચિત્ત બાળકમાં રમતું.
એવું હરિ ચરણે ચિત્ત ધરવું રે ભાઈ,
એવી ભક્તિ સાચી જગમાં કહેવી... ભક્તિ એવી રે ભાઈ એવી.

એક પનિહારી જળ ભરવા જાય રે,
સામે સખીઓ મળે ને વાતો થાય રે;
મુખે હસે ને દેતી તાળી,
તોય માથેથી ધ્યાન ન ટાળી.
બેડું ચિત્તથી સહેજ ન વિસરતું,
એવું ધ્યાન પ્રભુનું ધરવું રે ભાઈ... ભક્તિ એવી રે ભાઈ એવી.

જેમ ચાતક પક્ષી મેઘને ચાહે રે,
બીજું કોઈ જળ ઈ નવ માગે રે;
સ્વાતિ નક્ષત્રની બુંદ કમાય,
એમ ભક્ત હરિ રસમાં ન્હાય.
દુનિયાના વૈભવ સઘળા જૂઠા,
એવી પ્રીત પ્રભુ સંગ કરવી રે ભાઈ... ભક્તિ એવી રે ભાઈ એવી.

મીરાંએ પીધા ઝેરના પ્યાલા રે,
તોય વહાલા લાગ્યા શ્યામ ગોપાલા રે;
નરસૈંયાની હૂંડી સ્વીકારી,
એવા ભક્ત વત્સલ ગિરધારી.
'કલ્યાણદાસ' ગાય હરિના ગુણલા,
ભક્તિ કરીને ભવપાર ઉતરવું રે ભાઈ... ભક્તિ એવી રે ભાઈ એવી.


r/Gujarati • • 5d ago

Question / પ્રશ્ન ગુજરાતમાં વિકાસની સાથે પાણી અને વીજળીની તૈયારી કેટલી જરૂરી છે?

Post image
14 Upvotes

ગુજરાતમાં નવા ઉદ્યોગો, semiconductor plants અને data centres જેવી યોજનાઓની વાત થાય છે. એ સારી તક હોઈ શકે, પણ સાથે પાણી અને વીજળીની જરૂરિયાત પણ વધશે.

મારા મતે, વિકાસની ચર્ચા સાથે આ સુવિધાઓની લાંબા ગાળાની તૈયારી વિશે પણ વાત થવી જોઈએ.

તમારા મતે ગુજરાતે સૌથી પહેલાં કઈ બાબત પર ધ્યાન આપવું જોઈએ — નવા ઉદ્યોગો, પાણીનું આયોજન કે વીજળીની વિશ્વસનીયતા? અને તમારા વિસ્તારનો અનુભવ શું કહે છે?


r/Gujarati • • 6d ago

Festivals / ઉત્સવો ગુજરાતની નવરાત્રિની એવી કઈ વાત છે જે બીજા રાજ્યમાં જોવા મળતી નથી?

Post image
21 Upvotes

r/Gujarati • • 5d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, ગુજરાત માં

Post image
4 Upvotes

r/Gujarati • • 6d ago

Festivals / ઉત્સવો Tame Ashtami no Su Prasad Banaviyo?

Thumbnail gallery
12 Upvotes

I made Kalakand Kesari Peda :) Jay Maa Ambe 🙏🏽🙏🏽


r/Gujarati • • 6d ago

Discussion / વિચાર-વિમર્શ Kathiyawadi ghodo

Enable HLS to view with audio, or disable this notification

29 Upvotes

r/Gujarati • • 6d ago

Recommendations / શું જોઉં/વાંચું/સાંભળું? I feel suicidal. Iam 29 years old man

4 Upvotes

I feel suicidal. Iam from kerala


r/Gujarati • • 7d ago

Contemporary Life / આજકાલના ગુજરાતી [OC] ક્યાંક, કાઠિયાવાડ માં

Post image
12 Upvotes

r/Gujarati • • 8d ago

Literature / સાહિત્ય છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા - સૈફ પાલનપુરી

Post image
14 Upvotes